બોટાદના મુસ્લિમ સમુદાયના સગીર બાળક આર્યન મખીયાલાને ઢોર મારનાર દોષિત કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમની ઉપર FIR કરી આગળની કાર્યવાહી કરો (MCC)
પ્રતિ શ્રી,
પોલિસ મહાનિદેશક સાહેબ
ગાંધીનગર, ગુજરાત
વિષય- બોટાદ પોલિસ સ્ટેશનમાં મુસ્લિમ સમુદાયના સગીર બાળક આર્યન મખીયાલાને ઢોર મારનાર પોલિસકર્મીઓ ને સસ્પેંડ કરવા બાબતે
મહોદય, આપ શ્રી નાં ધ્યાનમાં લાવવું છે કે 19 ઓગસ્ટ 2025 ના રોજ બોટાદ શહેરના હરણકુઇ વિસ્તારમાં રહેતા સગીર બાળક આર્યન મુલતાની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આર્યનને બોટાદ ટાઉન પોલીસ દ્વારા આર્યનની ચોરી બાબતે ઉઠાવી ત્યારબાદ આર્યનના દાદા પોલીસ સ્ટેશન ખાતે ગયા ત્યા D સ્ટાફ પોલીસ કર્મી દ્વારા મારા મારતા આર્યનને અધમુવો કરી દીધો હતો આર્યન ના દાદા ને પણ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો પોલિસ કર્મીઓ દ્વારા આર્યન ને સતત 9 દિવસ સુધી માર માર્યો છે જેથી હાલત લથડતા પોલિસ કર્મીઓ પેલા બોટાદ ની હોસ્પીટલમાં અરયનને લઈ ગયા ત્યાં ગંભીર હાલતમાં કોઈ સુધારના થતાં પોલિસ કર્મીઓ દ્વારા અહમદાબાદ ની જાયડસ હોસ્પીટલમાં દાખલ કર્યું છે, ત્યાં આર્યન મખીયાલા જે હાલ બેભાન અવસ્થામાં ગંભીર હાલતમાં સારવાર હેઠડ છે. અરયનમાં પગ, કમર અને કિડનીમાં ગંભીર ઈજાઓ છે, તેઓની ડાયલસિસ પણ થયી રહી છે. આર્યન જીવન મરણ વચ્ચે જોલા ખાય રહ્યો છે આર્યનના દાદા, દાદી તેમજ બહેન દ્વારા પોલીસે મારમાર્યા આક્ષેપો કરતો વિડીયો વાયરલ થયો છે. વર્ષ 2023 માં પણ બોટાદ પોલિસ દ્વારા કાલુ પધારશી નામ ના મુસ્લિમ યુવક ને ઢોર માર માર્યો હતો જેથી તેઓને સારવાર માટે બોટાદ, ભાવનગર પછી અહમદાબાદ લઈ આયા થા, અને પછી તેઓ મૃત્યુ પામ્યા હતા. આ કેસ માં 3 પોલિસ કર્મી જેલ ગયા હતા. સાહેબ મુસ્લિમ સમુદાયના લોકોને પોલિસ સ્ટેશનમાં ઢોર મારનાર, સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાં કરનાર, દૂષિત માનસિકતા ધરાવતા, સમાજમાં ભાગલા પાડવાના ષડયંત્રકારી પોલિસ કર્મચારીઓ આજ સુધી સસ્પેન્ડ નથી થયા. પોલિસ કર્મીઓનાં ઉક્ત કૃત્ય ડીકે બાસુ ગાઈડલાઇનનાં સ્પષ્ટ ઉલ્લઘન છે. હૂઁ આપશ્રી થી નિવેદન કરું છું કે ન્યાય સૌને સમાન દૃષ્ટિએ જુવે છે તે બાબતને ચરિતાર્થ કરીને દોષિત કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમની ઉપર FIR કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે, પોલિસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સંરક્ષિત કરવામાં આવે, આરોપી પોલિસ સ્ટેશન ના તમામ ની જિલ્લા બાહર બદલી કરવામાં આવે જેથી પુરાવા સાથે ચેડાં ના થાય. આર્યનની હાલની પરિસતિથિની મેડિકલ તપાસ સિવિલ હોસ્પિટલના સ્પેશલિસ્ટ ડોક્ટરના પેનલ મારફત કરવામાં આવે. મને આશા છે કે ન્યાય હિત માં આપ એફઆઇઆર નોંધશો તેમજ તમામ માંગણીઓ પર તત્કાળ કાર્યવાહી નો આદેશ કરશો.
તા- 5-9-25 આપના,
મુજાહિદ નફીસ
કન્વીનર મોબ- 9328416230
Email- mccgujarat@gmail.com
નકલ રવાના- ADGP માનવધિકાર NCPCR