પ્રેસ નોટ આજે માયનોરીટી કોઓર્ડીનેશન કમીટીના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખીને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના પાઠ્યક્રમમાં પવિત્ર કુરાન, બાઇબલ અને ગુરુગ્રંથ સાહિબની શિક્ષાઓનો સમાવેશ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી, જેની વિઘ્ત નીચે છે. પ્રતિ શ્રી, માનનીય ભૂપેન્દ્ર પટેલ જી મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર, ગુજરાત વિષય: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પાઠ્યક્રમમાં પવિત્ર કુરાન, બાઇબલ અને ગુરુગ્રંથ સાહિબની શિક્ષાઓનો સમાવેશ કરવા અંગે. માનનીય સાહેબશ્રી, સવિનય વિનંતી છે કે, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પત્ર ક્રમાંક 2138-73 તા. 01/08/2025 મારફતે કક્ષા 9 થી 12ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ સારી રીતે જાણો છો કે ભારતનું બંધારણ આપણા દેશને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે વ્યાખ્યાયિત કરે છે, જ્યાં રાજ્ય કોઈ એક ચોક્કસ ધર્મનો પ્રચાર અથવા પ્રસાર કરી શકતું નથી. શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય ધર્મનિરપેક્ષતાના બંધારણીય સિદ્ધાંતો વિરુદ્ધ છે. ગુજરાત રાજ્યમાં તમામ ધર્મોના અનુયાયીઓ વસવાટ કરે છે. દરેક નાગરિકને સર્વધર્મોની શિક્ષાઓ અંગે જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે જરૂરી છે કે માત્ર હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતા જ નહીં, પરંતુ પવિત્ર કુરાન, પવિત્ર બાઇબલ, પવિત્ર ગુરુગ્રંથ સાહિબ અને અન્ય ધર્મોના પવિત્ર ગ્રંથોમાંથી પણ શિક્ષણાત્મક અંશોનો સમાવેશ કરવામાં આવે. આથી, આપશ્રીને વિનંતી છે કે બંધારણીય મૂલ્યોનું સંરક્ષણ થાય અને સર્વધર્મ સમભાવની ભાવના જળવાય તે હેતુસર, આ શૈક્ષણિક સત્રથી જ શ્રીમદ ભગવદ ગીતાની સમકક્ષ રીતે અન્ય ધર્મોના પવિત્ર ગ્રંથોમાંથી પણ પાઠ્યપુસ્તકોમાં સામગ્રીનો સમાવેશ કરવા માટે જરૂરી આદેશ પ્રસિદ્ધ કરવા કૃતાર્થ કરશો. તા- 12-8-25
આપનો વિશ્વાસુ
મુજાહિદ નફીસ કન્વીનર,
માયનોરીટી કોઓર્ડીનેશન કમીટી ગુજરાત, M- 9328416230 Email- mccgujarat@gmail.com Web- www.mccgujarat.in